આશા વર્કર બહેનોનો વડોદરા પાલિકા ખાતે હલ્લાબોલ: 'Incentive system' બંધ કરો, લઘુત્તમ વેતનની માંગ સાથે ઉગ્ર વિરોધ.
Published on: 09th September, 2025
વડોદરામાં આશા વર્કર બહેનોએ 'Incentive system' બંધ કરવા અને લઘુત્તમ વેતનની માંગ સાથે પાલિકા કચેરી પર ઉગ્ર વિરોધ કર્યો. ગેટ બંધ હોવાથી મહિલાઓ ગેટ પર ચડી નારા લગાવ્યા. પગાર અને 'વળતર'ના મુદ્દે ભારે સૂત્રોચ્ચાર કર્યા. વિવિધ યોજનાઓના રૂપિયા સાત મહિનાથી મળ્યા નથી. અધિકારીઓ એ.સી. ઓફિસમાં બેસીને લાખો રૂપિયાનો પગાર લે છે, જ્યારે ફિલ્ડમાં કામ કરતી ગરીબ બહેનોને પૂરતો પગાર પણ મળતો નથી. 'અંગ્રેજો પણ આટલું ભયંકર શોષણ નહોતા કરતા'.

Published on: September 09, 2025