પાટણ જિલ્લામાં આજથી 8 ઓગસ્ટ સુધી "નારી વંદન સપ્તાહ" ઉજવાશે.
પાટણ જિલ્લામાં આજથી 8 ઓગસ્ટ સુધી "નારી વંદન સપ્તાહ" ઉજવાશે.
Published on: 01st August, 2025

રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લામાં 1 થી 8 ઓગસ્ટ સુધી "નારી વંદન સપ્તાહ" ઉજવાશે, જેમાં મહિલા વિકાસ, સુરક્ષા, સ્વાવલંબન માટે કાર્યક્રમો થશે. દરરોજ અલગ થીમ પર કાર્યક્રમો થશે, જેમાં પોલીસ, શિક્ષણ, આરોગ્ય સહિત અનેક વિભાગો જોડાશે. 5 ઓગસ્ટે રોજગાર ભરતી મેળો રંગભવન હોલ, પાટણ ખાતે યોજાશે, જેમાં મહિલાઓને ભાગ લેવા અનુરોધ છે.