અરવલ્લીમાં 40 ગામના યુવાનોની રમત મેદાન માટે માગ.
અરવલ્લીમાં 40 ગામના યુવાનોની રમત મેદાન માટે માગ.
Published on: 01st August, 2025

મોડાસા: અરવલ્લી જિલ્લાના 40થી વધુ ગામના યુવાનોએ રમતગમત માટે સારા મેદાનની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. રમતગમત ક્ષેત્રે બાળકોનો વિકાસ થાય અને સંરક્ષણ કે નોકરીની ભરતીમાં શારીરિક કસરત માટે રમતનું મેદાન જરૂરી છે. ગામડાઓમાં રમતગમતના મેદાનો ન હોવાથી રમતગમતની પ્રવૃત્તિ કરી શકતા નથી. સુરક્ષા દળોની ભરતીમાં રનિંગ મહત્વનું હોવાથી યુવાનો રનિંગની પ્રેક્ટિસ પણ કરી શકતા નથી. યુવાનોની માંગ છે કે અરવલ્લી જિલ્લામાં સારું રમતનું મેદાન ફાળવવામાં આવે.