ગુજરાત સરકારનો શિક્ષકોની અછત દૂર કરવા મોટો નિર્ણય
ગુજરાત સરકારનો શિક્ષકોની અછત દૂર કરવા મોટો નિર્ણય
Published on: 04th June, 2026

ગુજરાત શિક્ષણ વિભાગે રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછતને પહોંચી વળવા "જ્ઞાન સહાયક" યોજનાના નિયમોમાં સુધારા કર્યા છે. હવે મહત્તમ વયમર્યાદા 40 થી વધારી 48 વર્ષ કરવામાં આવી છે, જેથી વધુ અનુભવી ઉમેદવારોને તક મળે. TET-1 અને TET-2 ના ગુણાંકના આધારે જિલ્લાવાર મેરીટ યાદી બનશે. ઉમેદવારો માત્ર એક જ જિલ્લો પસંદ કરી શકશે. આ ભરતી પ્રક્રિયા કરાર આધારિત રહેશે અને કાયમી શિક્ષકની નિમણૂક થતાં કરાર સમાપ્ત ગણાશે, પરંતુ પ્રતીક્ષા યાદીમાં નામ જળવાઈ રહેશે.