અમદાવાદના ગાંધીબ્રિજ નીચે રિવરફ્રન્ટ પર બંધ બોટમાં ભીષણ આગ
અમદાવાદના ગાંધીબ્રિજ નીચે રિવરફ્રન્ટ પર બંધ બોટમાં ભીષણ આગ
Published on: 04th June, 2026

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ગાંધીબ્રિજ નીચે પાર્ક કરેલી એક ખાનગી બોટમાં અચાનક ભીષણ આગ લાગી હતી. વાહનચાલકોએ ફાયર વિભાગને જાણ કરતા તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી 2 ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. હાલ બોટિંગ બંધ હોવાથી બોટ કિનારે લાંગરેલી હતી. શોર્ટ સર્કિટ કે અન્ય કારણોસર આગ લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. સદનસીબે, બોટ બંધ હોવાથી અને આસપાસ લોકો ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.