ધોળકામાં વસતી ગણતરી કરતી શિક્ષિકાની હત્યા
ધોળકામાં વસતી ગણતરી કરતી શિક્ષિકાની હત્યા
Published on: 04th June, 2026

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વસતી ગણતરી માટે ગયેલી એક શિક્ષિકાની હત્યાનો ચોંકાવનારો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. મૃતક શિક્ષિકા, રીનાબહેન ઝાલા,નો સળગેલી હાલતમાં મૃતદેહ નર્મદા કેનાલ પાસેથી મળ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ઘાતકી હત્યામાં મૃતક શિક્ષિકાના જ પતિ, જે પોતે પણ શિક્ષક છે, તેની સંડોવણી સામે આવી છે. ઘરકંકાશના કારણે આવેશમાં આવીને તેણે આ ભયાનક કૃત્ય કર્યું હતું.