સાબરકાંઠામાં મામાના ઘરે વેકેશન માણવા આવેલા યુવક પર વીજળી પડતા કરૂણ મોત
સાબરકાંઠામાં મામાના ઘરે વેકેશન માણવા આવેલા યુવક પર વીજળી પડતા કરૂણ મોત
Published on: 04th June, 2026

ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી દરમિયાન વીજળી પડવાની ઘટનાઓ વધી રહી છે. સાબરકાંઠાના પોશીના તાલુકાના દાંતિયા ગામે એક 18 વર્ષીય યુવક, વિક્રમભાઈ તરાલ, પોતાના મામાના ઘરે વેકેશન માણવા આવ્યો હતો. દરમિયાન, ભારે ગાજવીજ અને વરસાદમાં ઘર નજીક ઊભો હતો ત્યારે અચાનક વીજળી પડતાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું. આ દર્દનાક ઘટનાથી પરિવાર અને ગામમાં શોક છવાયો છે.