ભાવનગરમાં 'ઓપરેશન ડેલ્ટા હન્ટ': 48 કલાકમાં 25 શંકાસ્પદની પૂછપરછ
ભાવનગરમાં 'ઓપરેશન ડેલ્ટા હન્ટ': 48 કલાકમાં 25 શંકાસ્પદની પૂછપરછ
Published on: 04th June, 2026

ભાવનગર શહેર અને જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જાળવવા અને શંકાસ્પદ તત્વો પર નજર રાખવા "ઓપરેશન ડેલ્ટા હન્ટ" હેઠળ વિશેષ ડ્રાઇવ શરૂ કરાઈ છે. સેન્ટ્રલ એસટી બસ સ્ટેન્ડ અને આખલોલ જકાતનાકા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં LCB, નીલમબાગ અને બોરતળાવ પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ અને ચેકિંગ કરાયું. મુસાફરોના દસ્તાવેજો અને વાહન ચાલકોના લાયસન્સની તપાસ થઈ. છેલ્લા 48 કલાકમાં 25 શંકાસ્પદ લોકોની પૂછપરછ કરાઈ, પરંતુ કોઈ ગેરકાયદેસર કે પરપ્રાંતિય નાગરિક મળ્યો નથી, તમામ ભારતીય હોવાનું પુષ્ટિ થયું છે. આ કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.