અમેરિકનોને લોન અપાવી ખંખેરતો યુવક ઝડપાયો
અમેરિકનોને લોન અપાવી ખંખેરતો યુવક ઝડપાયો
Published on: 04th June, 2026

દાણીલીમડા પોલીસે એક યુવકને અમેરિકન નાગરિકોને લોન અપાવવાના બહાને છેતરપિંડી કરતા ઝડપી પાડ્યો છે. આરોપી "ટેક્સ નાવ" એપ્લિકેશન દ્વારા ઈમેલ કરી, ક્રેડિટ સ્કોર વધારવાના નામે પ્રોસેસિંગ ફી અને સિક્યુરિટી ડિપોઝિટ સહિત વિવિધ બહાને ડોલર ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરતો હતો. પોલીસે તેની પાસેથી લેપટોપ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ દ્વારા અમેરિકન નાગરિકોનો ડેટા મેળવી, "PROSPER FINANCE" અને "LENDING TREE" જેવી કંપનીઓ તરીકે ઓળખ આપી ઠગાઈ કરતો હતો.