ગુજરાત પોલીસની બોર્ડર રેન્જનું વિભાજન: નવી બનાસકાંઠા રેન્જ બનાવાઈ, મુખ્ય મથક પાલનપુર
ગુજરાત પોલીસની બોર્ડર રેન્જનું વિભાજન: નવી બનાસકાંઠા રેન્જ બનાવાઈ, મુખ્ય મથક પાલનપુર
Published on: 04th June, 2026

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સરહદી વિસ્તારોની સુરક્ષા અને વહીવટી સરળતા માટે 'બોર્ડર રેન્જ'નું વિભાજન કરી નવી 'બનાસકાંઠા રેન્જ'ની રચના કરાઈ છે, જેનું મુખ્ય મથક પાલનપુર રહેશે. અગાઉની વિશાળ બોર્ડર રેન્જ (ભુજ-કચ્છ)માં પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લા આવતા હતા. આ રેન્જનો ભૌગોલિક વિસ્તાર 550 કિલોમીટર જેટલો મોટો હતો, જેમાં 406.87 કિલોમીટર આંતરરાષ્ટ્રીય જમીન સરહદ અને 238 કિલોમીટર દરિયાઈ વિસ્તાર સામેલ હતો. આ વિભાજનથી પાકિસ્તાન સરહદ પર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી શકાશે અને કાયદો-વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે.