રાજપીપળામાં ટીટોડીના ઈંડાં પરથી ચોમાસાનું અનુમાન: 3 ઊભા, 1 આડું!
રાજપીપળામાં ટીટોડીના ઈંડાં પરથી ચોમાસાનું અનુમાન: 3 ઊભા, 1 આડું!
Published on: 04th June, 2026

નર્મદા જિલ્લાના રાજપીપળા એરોડ્રામ ખાતે ટીટોડીએ ચાર ઈંડાં મૂક્યા છે, જેમાંથી ત્રણ ઊભા અને એક આડું છે. ખેડૂતો પરંપરાગત રીતે ટીટોડીના ઈંડાંની સંખ્યા અને સ્થિતિ પરથી વરસાદની આગાહી કરે છે. આ સ્થિતિ સૂચવે છે કે આગામી ચોમાસાના ત્રણ મહિના સારા રહેશે, પરંતુ એક મહિનો વરસાદ ઓછો રહેવાની શક્યતા છે. આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ આ લોકમાન્યતા પર ખેડૂતોનો વિશ્વાસ યથાવત છે.