સુરત SMC આસિસ્ટન્ટ એન્જિનિયર જિગ્નેશ મોદી ફરી લાંચ લેતા ઝડપાયા.
સુરત SMC આસિસ્ટન્ટ એન્જિનિયર જિગ્નેશ મોદી ફરી લાંચ લેતા ઝડપાયા.
Published on: 04th June, 2026

સુરત મહાનગરપાલિકા (SMC) ના આસિસ્ટન્ટ એન્જિનિયર જિગ્નેશ નટવરલાલ મોદીને ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ 45,000 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. આશ્ચર્યજનક રીતે, 1.70 લાખના ઊંચા પગાર છતાં, આરોપી પોતાની લાંચ લેવાની આદતથી મજબૂર હતો. નોંધનીય છે કે, આ અધિકારી 5 વર્ષ પહેલા, 2021 માં પણ 15,000 રૂપિયાની લાંચ લેતા ACB દ્વારા પકડાયા હતા, જે કેસ હજુ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. ફરીથી લાંચ લેતા ઝડપાતા, ACB એ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ નવો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.