ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ભાજપની 'નો રિપીટ' થિયરી, ચાર નવા ઉમેદવારો જાહેર
ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ભાજપની 'નો રિપીટ' થિયરી, ચાર નવા ઉમેદવારો જાહેર
Published on: 04th June, 2026

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટે ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે, જેમાં 'નો રિપીટ થિયરી' અપનાવવામાં આવી છે. ભાજપે રાજુભાઈ શુક્લા, મુકેશભાઈ રાઠવા, માનસિંહ પરમાર અને જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારીયાના નામની જાહેરાત કરી છે. આ કારણે ત્રણ જૂના સાંસદોનું પત્તું કપાઈ ગયું છે. આ નવા ઉમેદવારોમાં બે સૌરાષ્ટ્ર અને બે મધ્ય-ઉત્તર ગુજરાતના છે, જેમાં આદિવાસી સમાજના યુવા ચહેરા મુકેશભાઈ રાઠવાને AAP ના પ્રભાવને ઓછો કરવા માટે સ્થાન આપવામાં આવ્યું છે.