મોટા વરાછામાં કેન્સર પીડિતની કેબિનમાં ચોરી, પરિવાર પર આભ તૂટ્યું
મોટા વરાછામાં કેન્સર પીડિતની કેબિનમાં ચોરી, પરિવાર પર આભ તૂટ્યું
Published on: 04th June, 2026

સુરતના મોટા વરાછા વિસ્તારમાં તસ્કરોએ માનવતાને શરમસાર કરતી ઘટનાને અંજામ આપ્યો છે. રાત્રિ દરમિયાન એક કેન્સર પીડિત અને ગરીબ જયંતીભાઈ બારૈયાની કેબિનના તાળાં તોડી લગભગ ₹19,200 ની રોકડ અને માલસામાન ચોરી ગયો. આ ચોરી થયેલી રકમ ફ્રિજ ખરીદવા માટે ભેગી કરવામાં આવી હતી. આ ઘટનાએ પરિવાર પર આભ તૂટી પડ્યું છે, કારણ કે તેમની આવકનો મુખ્ય સ્ત્રોત આ કેબિન જ છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.