મોડાસાના અભય કોટવાલ, ઉર્વશી પ્રજાપતિ યુનિવર્સિટીમાં ઝળક્યા
મોડાસાના અભય કોટવાલ, ઉર્વશી પ્રજાપતિ યુનિવર્સિટીમાં ઝળક્યા
Published on: 04th June, 2026

મોડાસાની માતૃશ્રી એલ.જે. ગાંધી બી.સી.એ. કોલેજના વિદ્યાર્થીઓ અભય કોટવાલ અને ઉર્વશી પ્રજાપતિએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની સેમેસ્ટર-૬ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. અભય કોટવાલે યુનિવર્સિટી કક્ષાએ પાંચમું સ્થાન જ્યારે ઉર્વશી પ્રજાપતિએ સાતમું સ્થાન પ્રાપ્ત કરીને કોલેજ અને મોડાસાનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ કોલેજ મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ વી. શાહ, ઉપપ્રમુખ અરવિંદભાઈ મોદી અને કોલેજના પ્રભારી મંત્રી પરેશભાઈ બી. મહેતાએ વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર કોલેજ સ્ટાફ પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.