મેલડીના નામે કેમિકલથી પરિવાર ખતમ, લાશો કેનાલમાં; 'એક કા તીન'ની લાલચે ભૂવાએ કર્યાં 12 મર્ડર, સગા સાળાએ પકડાવ્યો.
મેલડીના નામે કેમિકલથી પરિવાર ખતમ, લાશો કેનાલમાં; 'એક કા તીન'ની લાલચે ભૂવાએ કર્યાં 12 મર્ડર, સગા સાળાએ પકડાવ્યો.
Published on: 03rd November, 2025

અમદાવાદમાં DCP ઝોન 7 ઓફિસમાં એક અનામી ફોન આવે છે કે મુમતપુરા ગ્રાઉન્ડમાં મર્ડર થવાનું છે. IPS શિવમ વર્મા PIને નંબર ટ્રેક કરવાનું કહે છે. જિગર નામનો માણસ આવીને શેઠ મર્ડર કરવાનો છે એમ કહે છે. જિગરના જણાવ્યા મુજબ નવલસિંહ ચાવડા નામના ભૂવાએ 12 હત્યાઓ કરી છે, જે પૈસા ત્રણ ગણા કરવાની લાલચ આપીને સોડિયમ નાઇટ્રેટ નામનું ઝેર આપીને કરે છે.