ગત મહિને UPI વ્યવહારના મૂલ્ય અને વોલ્યુમમાં ઘટાડો નોંધાયો.
ગત મહિને UPI વ્યવહારના મૂલ્ય અને વોલ્યુમમાં ઘટાડો નોંધાયો.
Published on: 02nd December, 2025

તહેવારો નિમિત્તેની ખરીદીને પરિણામે ઓકટોબરમાં મૂલ્ય તથા વોલ્યુમ બન્નેની દ્રષ્ટિએ ટોચ પર રહ્યા બાદ નવેમ્બરમાં UPI મારફત થયેલા વ્યવહાર, મૂલ્ય તથા વોલ્યુમ બન્નેની દ્રષ્ટિએ ઘટયા હતા. વોલ્યુમ ૧ ટકા જેટલું ઘટી ૨૦.૪૭ અબજ વ્યવહાર રહ્યું હતું જેનું એકંદર મૂલ્ય રૂપિયા ૨૬.૩૨ ટ્રિલિયન રહ્યું હતું. ઓકટોબરમાં UPI મારફતના વ્યવહારની સંખ્યા ૨૦.૭૦ અબજ રહી હતી જેનું મૂલ્ય રૂપિયા ૨૭.૨૮ ટ્રિલિયન રહ્યું હોવાનું પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું.