Americaના ટેરિફથી અમરેલી સહિતના રત્ન કલાકારોની દશા ખરાબ, કામ ઘટ્યું.
Americaના ટેરિફથી અમરેલી સહિતના રત્ન કલાકારોની દશા ખરાબ, કામ ઘટ્યું.
Published on: 09th September, 2025

અમેરિકા દ્વારા ટેરિફ લાદતા ડાયમંડ ઉદ્યોગને અસર થઈ છે, રત્ન કલાકારો બેકાર બન્યા છે, અને યુનિટોમાં કામ અડધું થયું છે. અમરેલી જિલ્લાના 150-200 યુનિટ બંધ થતા કલાકારો અન્ય વ્યવસાય તરફ વળ્યા છે. સુરત, અમરેલી, ભાવનગર, જૂનાગઢના રત્ન કલાકારો શાકભાજી વેચવા, ખેતી કરવા, કે અરજીઓ કરવાનું કામ કરે છે. Americaના ટેરિફની અસરથી સુરતના કલાકારો વતન આવી ગયા છે. હીરા ઉદ્યોગમાં મંદીના કારણે કલાકારો સૌરાષ્ટ્રમાં સ્થાયી થયા છે.