સુરેન્દ્રનગર જિલ્લામાં 84 હજાર હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર થયું.
સુરેન્દ્રનગર જિલ્લામાં 84 હજાર હેક્ટર જમીનમાં શિયાળુ પાકનું વાવેતર થયું.
Published on: 02nd December, 2025

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ 84,198 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું, જેમાં ઘઉં અને જીરું મુખ્ય છે. ધ્રાંગધ્રા તાલુકામાં 130 હેક્ટરમાં તમાકુનું વાવેતર પ્રથમવાર થયું. ચાલુ વર્ષે 22,391 હેક્ટરમાં ઘઉં અને 22,150 હેક્ટરમાં જીરુંનું વાવેતર થયું છે. માવઠાને લીધે વાવેતર મોડું થયું, પણ ખેડૂતોએ લસણ, ધાણા, સુવા, ઇસબગુલ, રાય, ચણા, ઘાસચારો, શાકભાજી અને ડુંગળીનું વાવેતર કર્યું. નવી આશા સાથે ખેડૂતો જોડાયા છે.