આમોદમાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતોની ફસલ જોખમમાં, કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર.
આમોદમાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતોની ફસલ જોખમમાં, કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર.
Published on: 31st July, 2025

આમોદ તાલુકામાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે, ખરીફ સિઝનમાં પાક માટે ખાતર ન મળતા કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર આપ્યું. કોંગ્રેસના નરેન્દ્ર પટેલ અને કેતન મકવાણા સહિતના આગેવાનોએ ખેડૂતોની સ્થિતિ અંગે રજૂઆત કરી તાત્કાલિક ખાતરનો પૂરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી છે, ખેડૂતોએ સિઝન બરબાદ થવાની ચિંતા વ્યક્ત કરી છે. કોંગ્રેસે સરકાર સામે ગંભીર વલણ દાખવી ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા અપીલ કરી છે.