બામણવા માયનોર કેનાલ રિપેરિંગમાં હલકી ગુણવત્તાની ફરિયાદ: ખેડૂતોમાં ભીતિ.
બામણવા માયનોર કેનાલ રિપેરિંગમાં હલકી ગુણવત્તાની ફરિયાદ: ખેડૂતોમાં ભીતિ.
Published on: 30th November, 2025

દસાડા તાલુકાની બામણવા માયનોર કેનાલ નંબર-૦૫ના રિપેરિંગમાં હલકી ગુણવત્તાની કામગીરી થઈ રહી હોવાની ખેડૂતોની ફરિયાદ છે. ખેડૂતો અને ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાનોએ રજૂઆત કરી હતી. કેનાલનું રિપેરિંગ નબળું હોવાથી થોડા જ મહિનાઓમાં તૂટી જવાની ખેડૂતોમાં ભીતિ છે, અને ધારાધોરણ મુજબ કામગીરી કરવા માંગ કરી છે.