કાશ્મીરના ઉરીમાં સૈનિક શહીદ, છેલ્લા 13 દિવસમાં ત્રીજી અથડામણ.
કાશ્મીરના ઉરીમાં સૈનિક શહીદ, છેલ્લા 13 દિવસમાં ત્રીજી અથડામણ.
Published on: 13th August, 2025

બુધવારે ઉરી સેક્ટરમાં LoC નજીક સુરક્ષા દળોએ આતંકવાદીઓની ઘૂસણખોરી નિષ્ફળ કરી, જેમાં એક સૈનિક શહીદ થયો. સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. છેલ્લા 13 દિવસમાં આ ત્રીજી અથડામણ છે. આ પહેલાં કિશ્તવાડ અને કુલગામમાં પણ ઓપરેશન થયા હતા. પુલવામામાં આતંકવાદી હરિસ નઝીર ડારને પણ ઠાર મરાયો હતો. પહેલગામ હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.