વઢવાણમાં દરવાજા પાસે કલાત્મક મૂર્તિ મળી: વિરાસતનો વારસો <>
વઢવાણમાં દરવાજા પાસે કલાત્મક મૂર્તિ મળી: વિરાસતનો વારસો <>
Published on: 13th August, 2025

વઢવાણ ઐતિહાસિક શહેર હોવાથી બાંધકામ દરમિયાન ઐતિહાસિક અવશેષો મળી આવે છે. તાજેતરમાં ધોળીપોળથી અંદરના દરવાજા પાસે ચરમાળીયાની દેરીના નવિનીકરણ દરમિયાન પ્રાચીન કલાત્મક મૂર્તિઓ મળી આવેલ છે. આ મૂર્તિઓ વઢવાણનો ગઢ બંધાયો તે પહેલાની હોવાનું મનાય છે. હાલ મૂર્તિઓને જ્યાં છે ત્યાં જ રંગરોગાન કરવામાં આવેલું છે. દર નાગ પાંચમે આ દેરીએ વર્ષોથી સંતવાણીનો કાર્યક્રમ પણ યોજાય છે. આ વિરાસત અને વારસાની જાળવણીની માંગ ઊઠી છે.