ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના
ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના
Published on: 26th July, 2026

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ દરમિયાન ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 ઓગસ્ટથી વરસાદનું જોર ફરી વધવાની સંભાવના છે. 27 જુલાઈના રોજ 14 જિલ્લાઓમાં યલો એલર્ટ અને 28-29 જુલાઈ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 30 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. 31 જુલાઈના રોજ 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 14 જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે, જ્યારે 1 ઓગસ્ટના રોજ 8 જિલ્લાઓમાં ઓરેન્જ અને 16 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.