અમદાવાના બાવળાના સરલા, કાળીવેજી સહિતના ગામો બેટમાં ફેરવાયા
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. બાવળાના કોઠા તલાવડી, કાળીવેજી, મીઠાપુર, સરલા, શિયાળ અને કાણોતર સહિતના ગામોમાં ઉપરવાસના પાણી ફરી વળતાં આ ગામડાંઓ સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગયા છે. માલધારીઓ અને પશુપાલકોની હાલાકી વધી છે. સરલા ગામના ડ્રોન વિઝ્યુઅલ્સમાં ચારેય તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
અમદાવાના બાવળાના સરલા, કાળીવેજી સહિતના ગામો બેટમાં ફેરવાયા
ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ દરમિયાન ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 ઓગસ્ટથી વરસાદનું જોર ફરી વધવાની સંભાવના છે. 27 જુલાઈના રોજ 14 જિલ્લાઓમાં યલો એલર્ટ અને 28-29 જુલાઈ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 30 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. 31 જુલાઈના રોજ 6 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 14 જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે, જ્યારે 1 ઓગસ્ટના રોજ 8 જિલ્લાઓમાં ઓરેન્જ અને 16 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના
અમરેલી રાજુલામાં સિંહ-દીપડાના ભયાવહ આંટાફેરા
અમરેલીના રાજુલા શહેરમાં દીપડાના દેખાવાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. આગરીયા જકાત નાકા વિસ્તારમાં સન્યાસ આશ્રમ ખાતેના મંદિરમાં દીપડો જોવા મળ્યો હતો. બીજી તરફ, ધુડિયા આગરીયા ગામમાં ત્રણ સિંહો શિકારની શોધમાં પ્રવેશ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ પણ વાઈરલ થયા છે. આ ઘટનાઓ ગત 24 જુલાઈની હોવાનું જાણવા મળ્યું છે. આ વાઈરલ વીડિયો બાદ રાજુલા વનવિભાગની ટીમ તાત્કાલિક તપાસ અને સુરક્ષા વ્યવસ્થા માટે સક્રિય થઈ છે.
અમરેલી રાજુલામાં સિંહ-દીપડાના ભયાવહ આંટાફેરા
૧૨ દિવસ મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં: NHRC એ ગુજરાત સરકાર પાસે માંગ્યો જવાબ
અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલમાં ભનીબેન હરેશભાઈના મૃત્યુ બાદ, તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખાતે મોકલવામાં આવ્યો હતો. જોકે, ફરિયાદ મુજબ, મૃતદેહને ૧૨ દિવસથી વધુ સમય કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો, જેના કારણે પરિવારજનો સમયસર અંતિમ સંસ્કાર કરી શક્યા નહીં અને તેમને ભારે માનસિક યાતના ભોગવવી પડી. આ ગંભીર માનવ અધિકારના ભંગ બદલ NHRC એ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના મુખ્ય સચિવને ચાર અઠવાડિયામાં Action Taken Report (ATR) રજૂ કરવાનો આદેશ કર્યો છે. આયોગે કલમ-૨૧ હેઠળ ગૌરવપૂર્ણ જીવનના અધિકારના સંભવિત ઉલ્લંઘનનો મુદ્દો ઉઠાવ્યો છે.
૧૨ દિવસ મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં: NHRC એ ગુજરાત સરકાર પાસે માંગ્યો જવાબ
અસમમાં ભયાનક પૂર: 66 લોકોના મોત
અસમમાં પૂરની સ્થિતિ ગંભીર બની છે, મૃત્યુઆંક 66 સુધી પહોંચ્યો છે. રાજ્યના 10 જિલ્લાઓમાં 6.54 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને 810 ગામો પાણીમાં ગરકાવ છે. ખેતી અને માળખાકીય સુવિધાઓને પણ મોટું નુકસાન થયું છે. કેન્દ્રીય ટીમ નુકસાનીનો સર્વે કરી રહી છે અને મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ રાહત સામગ્રી પહોંચાડવા હેલિકોપ્ટરના ઉપયોગની જાહેરાત કરી છે. NDRF, SDRF અને સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે.
અસમમાં ભયાનક પૂર: 66 લોકોના મોત
જામનગરમાં કારગિલ વિજય દિવસે શહીદોને અર્પણ કરાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ
જામનગરમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા લાખોટા તળાવ ખાતે શહીદ સ્મારક પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે માજી સૈનિકો અને દેશની રક્ષામાં શહીદ થયેલા જવાનોના પરિવારોએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી. ઉપસ્થિત સૌએ શહીદોના અદમ્ય શૌર્ય, બલિદાન અને રાષ્ટ્રસેવાને યાદ કરી તેમને નમન કર્યું. 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. માજી સૈનિકોએ શહીદોના બલિદાનને દેશવાસીઓ માટે પ્રેરણારૂપ ગણાવ્યું.
જામનગરમાં કારગિલ વિજય દિવસે શહીદોને અર્પણ કરાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ
જામનગરમાં પાવરચોરીના બે કેસમાં મહિલાને ચાર વર્ષની સજા અને પોણા ચાર લાખનો દંડ
જામનગર નજીક એક રહેણાંક મકાનમાં વીજ ચેકીંગ દરમિયાન વીજચોરીના બે કેસ ઝડપાયા હતા. જેમાં આરોપી મહિલા નીતાબેન દેવશીભાઈ જાદવને સ્પે. કોર્ટ દ્વારા કુલ રૂ. 3,75,000 નો દંડ અને કુલ મળીને ચાર વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, PGVCL ને રૂ. 15,000 વળતર ચૂકવવાનો પણ આદેશ અપાયો છે. કેસમાં કુલ 7 સાક્ષી અને 17 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા.
જામનગરમાં પાવરચોરીના બે કેસમાં મહિલાને ચાર વર્ષની સજા અને પોણા ચાર લાખનો દંડ
વલસાડના ઉમરગામના ધસમસતા પૂર વચ્ચે ત્રણ યુવાનોએ બાળકીનો જીવ બચાવ્યો
વલસાડના ઉમરગામના ટીંભી ગામે આવેલા ભયાનક પૂરમાં ફસાયેલી બાળકીને ત્રણ સ્થાનિક યુવાનોએ પોતાના જીવના જોખમે બચાવી લીધી. આ દિલધડક રેસ્ક્યૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જ્યારે મોબાઈલ નેટવર્ક ત્રણ દિવસ બાદ શરૂ થયું, ત્યારે આ સાહસિક ઘટનાના દ્રશ્યો સામે આવ્યા. આ યુવાનોએ માત્ર બાળકી જ નહીં, પરંતુ અન્ય ઘણા લોકોને પણ મોતને મુખમાંથી બચાવ્યા. તેમની આ માનવતા અને સાહસની કામગીરીને લોકો ખૂબ વખાણી રહ્યા છે.
વલસાડના ઉમરગામના ધસમસતા પૂર વચ્ચે ત્રણ યુવાનોએ બાળકીનો જીવ બચાવ્યો
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દોઢ વર્ષથી શ્વાસનળીમાં ફસાયેલો દાંત 2 મિનિટમાં કઢાયો
અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ એક અસાધારણ કિસ્સામાં પંચમહાલના 47 વર્ષીય દર્દીની શ્વાસનળીમાં દોઢ વર્ષથી ફસાયેલો દાંત માત્ર 2 મિનિટમાં સફળતાપૂર્વક બહાર કાઢીને નવું જીવન આપ્યું છે. પાણી પીતી વખતે અજાણતા દાંત શ્વાસનળીમાં જતો રહ્યો હતો, જેના કારણે દર્દીને લાંબા સમયથી ઉધરસ અને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ હતી. પલ્મોનરી મેડિસીન, ENT અને એનેસ્થેસિયા વિભાગના સંયુક્ત પ્રયાસથી અદ્યતન બ્રોન્કોસ્કોપિક ટેકનીકનો ઉપયોગ કરીને આ જટિલ ઓપરેશન પાર પાડવામાં આવ્યું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દોઢ વર્ષથી શ્વાસનળીમાં ફસાયેલો દાંત 2 મિનિટમાં કઢાયો
વડોદરાના સમામાં વિદેશી દારૂનું વેચાણ કરતી દેરાણી-જેઠાણી પોલીસના હાથે ઝડપાયા
વડોદરાના સમા સંજયનગરમાં, વિદેશી દારૂનો ગેરકાયદેસર વેપાર કરતી દેરાણી-જેઠાણીને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે તેમના રહેણાંક મકાનમાંથી 90,218 રૂપિયાની કિંમતની 205 બોટલો સહિત કુલ 1.15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. રસોડામાં અને ટુ-વ્હીલરમાં સંતાડેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંને મહિલાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
વડોદરાના સમામાં વિદેશી દારૂનું વેચાણ કરતી દેરાણી-જેઠાણી પોલીસના હાથે ઝડપાયા
અમદાવાદના અબજોપતિઓની સોસાયટીમાં અર્બન પ્લાનિંગની ખામી
અમદાવાદમાં મુશળધાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. બોપલ, ઘુમા, શેલા જેવા વિસ્તારોમાં 3 થી 5 ફૂટ પાણી ભરાતાં લોકો પરેશાન છે. આંબલી સ્થિત 'સેન્ટોસા પાર્ક' જેવી પોશ સોસાયટીમાં રોડનું ઊંચું લેવલ અને યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે 125 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. આ સોસાયટીમાં અનેક ઉદ્યોગપતિઓ અને અગ્રણી નાગરિકો રહે છે. તંત્ર દ્વારા પાણીનો નિકાલ મુમતપુરા ગામ તરફ વાળતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.
અમદાવાદના અબજોપતિઓની સોસાયટીમાં અર્બન પ્લાનિંગની ખામી
ગુજરાતી સ્ટાર્ટઅપ IndieSemiC અને અમેરિકી કંપની Semtech વચ્ચે કરાર
ટેક્નોલોજી ક્ષેત્રે ગુજરાત ગૌરવવંતુ સીમાચિહ્ન સર કરવા આગળ વધી રહ્યું છે. ગુજરાતની સ્ટાર્ટઅપ IndieSemiC એ અમેરિકી સેમિકન્ડક્ટર કંપની Semtech Corporation સાથે મહત્વપૂર્ણ સહયોગ સાધ્યો છે. આ ભાગીદારી હેઠળ, અદ્યતન ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) એપ્લિકેશન્સ માટે ખાસ ‘સાબરમતી-1’ પ્રોસેસર વિકસાવવામાં આવશે, જે દેશના ડિજિટલ ઇનોવેશન ક્ષેત્રે નવો અધ્યાય ઉમેરશે. જ્યારે સેમિકન્ડક્ટર ઉત્પાદન અને ડિઝાઇનિંગમાં રોકાણ વધી રહ્યું છે, ત્યારે સ્વદેશી ડીપ-ટેક સ્ટાર્ટઅપ્સ ગુજરાતને વૈશ્વિક સ્તરે અગ્રણી બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.
ગુજરાતી સ્ટાર્ટઅપ IndieSemiC અને અમેરિકી કંપની Semtech વચ્ચે કરાર
સાબરમતી નદીના હીરપુરા બેરેજમાંથી પાણી છોડાશે
સાબરમતી નદી પર આવેલા હીરપુરા બેરેજમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની સતત આવક વધી રહી છે. જળસ્તર જાળવવા અને સલામતી માટે તંત્ર વધારાનું પાણી છોડવાની તૈયારીમાં છે. આજે બપોરે 2 થી 3 વાગ્યાની વચ્ચે જરૂર મુજબ પાણી છોડાઈ શકે છે. આ કારણે મહેસાણાના વિજાપુર અને સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના નદીકાંઠાના કુલ 8 ગામોને તાત્કાલિક સાવચેત કરાયા છે. ગ્રામજનોને નદીના પટમાં કે કિનારાના વિસ્તારોમાં જવાની મનાઈ છે અને પશુઓને પણ નદી તરફ લઈ જવા નહીં.
સાબરમતી નદીના હીરપુરા બેરેજમાંથી પાણી છોડાશે
જામનગર જિલ્લાના લાલપુર નજીક સોલાર પ્લાન્ટમાં અકસ્માત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ડેરા છીકારી ગામની સીમમાં આવેલા પી.વી. સોલાર સેલ-૨ પ્લાન્ટમાં કામ દરમિયાન અકસ્માતે પડી જતાં બિહારના મજૂર ચુનચુન કૃષ્ણા ચૌહાણ (ઉ.વ. 37) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું. આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ મથકે બીએનએસએસ કલમ 194 હેઠળ અકસ્માત મોતની નોંધ કરી, વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જામનગર જિલ્લાના લાલપુર નજીક સોલાર પ્લાન્ટમાં અકસ્માત
વરાછાની શાળાઓની અનોખી પહેલ
સુરત પાલિકા સંચાલિત વરાછાની બે શાળાઓ જન્મદિવસની ઉજવણીને દેશભક્તિના કાર્યમાં પરિવર્તિત કરી રહી છે. વિદ્યાર્થીઓ પોતાના જન્મદિવસ પર ચોકલેટ વહેંચવાને બદલે, તે ખર્ચમાંથી બચાવેલા નાણાં "શહીદાંજલિ બોક્સ"માં જમા કરાવે છે. વર્ષ દરમિયાન એકત્ર થયેલી આ રકમ કારગિલ વિજય દિવસે શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવે છે. 2017માં માત્ર 5 હજારના દાનથી શરૂ થયેલી આ પહેલ આજે 10 લાખ રૂપિયાના યોગદાન સુધી પહોંચી ગઈ છે. આ પહેલ બાળકોમાં દેશભક્તિ, સંવેદના અને સેવાભાવના જેવા મૂલ્યોનું સિંચન કરે છે.
વરાછાની શાળાઓની અનોખી પહેલ
ગુજરાતમાં 21 ડેમ 'હાઈએલર્ટ' પર, 14 ડેમ 100% ભરાયા
ગુજરાતમાં થયેલા અતિવૃષ્ટિને કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના 21 ડેમ 'હાઈએલર્ટ' પર છે, જ્યારે 14 ડેમ 100% ભરાઈ ગયા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે. વરસાદી પાણીના ભારે પ્રવાહને કારણે ST બસની 1309 ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે, જેનાથી 382 રૂટ બંધ છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે Army, NDRF અને SDRF ની ટીમો બચાવ કાર્યમાં લાગી છે.
ગુજરાતમાં 21 ડેમ 'હાઈએલર્ટ' પર, 14 ડેમ 100% ભરાયા
બોપલમાં વરસાદી પાણી ન ઓસરતા નાગરિકોએ મેયરને ઘેર્યા
અમદાવાદ મહાનગરપાલિકા હેઠળ આવતા બોપલ વિસ્તારમાં વરસાદ બંધ થયાના દિવસો બાદ પણ ઘરોમાં પાણી ભરાયેલા રહેતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો. મેયર હિતેશ બારોટ જાત માહિતી લેવા પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ તેમને ઘેરી લીધા હતા. છેલ્લા બે દિવસથી ૨-૩ ફૂટ પાણીમાં રહેતા લોકોએ નગરપાલિકા સમય કરતાં પણ ખરાબ સ્થિતિ હોવાની રજૂઆત કરી. પાણી નિકાલ માટે પંપ હોવા છતાં AMCના કર્મચારીઓની ગેરહાજરીમાં મેયરે જાતે પંપ ચાલુ કર્યા.
બોપલમાં વરસાદી પાણી ન ઓસરતા નાગરિકોએ મેયરને ઘેર્યા
ગુજરાતમાં ભારે વરસાદના કરણે 357 રસ્તાઓ બંધ, વાહનવ્યવહાર ખોરવાયો
ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. પાણી ભરાવાને કારણે કુલ 357 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે, જેમાં 22 સ્ટેટ હાઈવે, 2 નેશનલ હાઈવે, 35 મુખ્ય માર્ગો અને 298 પંચાયત રસ્તાઓનો સમાવેશ થાય છે. વલસાડ, અમદાવાદ, સુરત અને નવસારી જિલ્લા સૌથી વધુ અસરગ્રસ્ત છે. વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા સૂચના અપાઈ છે.
ગુજરાતમાં ભારે વરસાદના કરણે 357 રસ્તાઓ બંધ, વાહનવ્યવહાર ખોરવાયો
ઘરવિહોણા પરિવારો માટે સરકારે ઘર બાંધવાની સહાયમાં કર્યો મોટો વધારો
ગુજરાત સરકારે ગ્રામ્ય ઘરવિહોણા પરિવારોને સન્માનજનક આવાસ ઉપલબ્ધ કરાવવા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે મફત રહેણાંક પ્લૉટ ફાળવવામાં આવશે ત્યાં જમીન સમતળ કરવા માટે મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. મકાન બાંધવા માટે ફાળવાયેલ મફત પ્લૉટ દીઠ જમીન વિકાસ / સમતળ ખર્ચ તરીકે મળતી સહાય રૂ. 1,000 થી વધારીને રૂ. 5,000 કરી છે. ગામતળમાં ખાડા-ટેકરાવાળી જમીન સમતળ કરવા માટે પ્રતિ હેક્ટર મળતી સહાય રૂ. 50,000 થી સીધી રૂ. 2 લાખ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.
ઘરવિહોણા પરિવારો માટે સરકારે ઘર બાંધવાની સહાયમાં કર્યો મોટો વધારો
અમદાવાદના સાબરમતીમાં 84 હેક્ટર જમીન પર દેશનો સૌથી મોટો બુલેટ ટ્રેન ડેપો
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ સાબરમતી ખાતે આશરે 84 હેક્ટર વિસ્તારમાં દેશનો સૌથી મોટો 'સ્ટોક એન્ડ મેઈન્ટેનન્સ ડેપો' બની રહ્યો છે. આ ડેપો બુલેટ ટ્રેનોના પાર્કિંગ, જાળવણી, નિરીક્ષણ અને પરીક્ષણ માટેનું મુખ્ય કેન્દ્ર બનશે. અહીં વિશ્વકક્ષાની અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. શરૂઆતમાં 14 રેલ લાઇન કાર્યરત થશે, જે ભવિષ્યમાં 29 સુધી વિસ્તૃત કરવામાં આવશે. આ ડેપો દેશની પ્રથમ હાઈ-સ્પીડ રેલ સેવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
અમદાવાદના સાબરમતીમાં 84 હેક્ટર જમીન પર દેશનો સૌથી મોટો બુલેટ ટ્રેન ડેપો
વડોદરામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની જેલ સજા
લગ્નની લાલચ આપી 15 વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી મેહુલભાઈ પ્રવિણભાઈ નાયકને સાવલી કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને 5 હજારનો દંડ પણ કર્યો છે. આરોપીએ સગીરાને સુરેન્દ્રનગરના ચુડા ગામે ખેતરમાં રાખીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં 12 સાક્ષીઓ અને 23 દસ્તાવેજી પુરાવા ચકાસ્યા બાદ ન્યાયાધીશે પોક્સો એક્ટ હેઠળ સજાનો હુકમ કર્યો. પીડિતાના પુનઃસ્થાપન માટે 6 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.
વડોદરામાં સગીરાના અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની જેલ સજા
ગુજરાત સરકારની ઘરવિહોણા પરિવારો માટે મોટી જાહેરાત
ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારોમાં ઘરવિહોણા પરિવારો માટે રહેણાંક પ્લોટની સમતળ સહાયમાં નોંધપાત્ર વધારો કર્યો છે. નવા સુધારા મુજબ, ૧૦૦ ચોરસ વારના મફત પ્લોટ મેળવનાર કુટુંબોને જમીન વિકાસ અને સમતળ કરવા માટેની સહાય ૧,૦૦૦ રૂપિયાથી વધારીને ૫,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત, ગામતળમાં હેક્ટર દીઠ જમીન સમતળ કરવાની સહાય ૫૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૨ લાખ રૂપિયા કરવામાં આવી છે. આ પગલાંથી આવાસ નિર્માણ ઝડપી બનશે અને લાભાર્થીઓને મોટી રાહત મળશે.
ગુજરાત સરકારની ઘરવિહોણા પરિવારો માટે મોટી જાહેરાત
સુરતમાં ચોમાસા 2026: કોટ વિસ્તારમાં જમીનમાંથી પાણી ફૂટવાની અનોખી આફત
સુરતમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી અને ખાડીના પાણીની સમસ્યા સામાન્ય છે, પરંતુ 2026ના ચોમાસામાં કોટ વિસ્તારમાં એક નવી જ સમસ્યા સામે આવી છે. સોની ફળિયા સહિતના જૂના શહેરમાં વરસાદી પાણી ભરાયા વગર જમીનમાંથી પાણી ફૂટી નીકળ્યું છે. આ કારણે બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં સતત પાણી ભરાઈ રહ્યું છે, જેને કારણે પમ્પ દ્વારા કલાકે કલાકે પાણી બહાર કાઢવું પડી રહ્યું છે. એક ફિઝિયોથેરાપી સેન્ટરને પણ સ્થળાંતરિત કરવું પડ્યું છે. આ સ્થિતિ ભૂગર્ભ જળસ્તર અસામાન્ય રીતે વધી જવાને કારણે હોવાનું પ્રાથમિક અનુમાન છે.
સુરતમાં ચોમાસા 2026: કોટ વિસ્તારમાં જમીનમાંથી પાણી ફૂટવાની અનોખી આફત
ગુજરાતમાં ચોવીસ કલાકમાં 204 તાલુકામાં વરસાદ, કપરાડામાં 6 ઇંચ ખાબક્યો
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 204 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે બનાસકાંઠાના ઓગડમાં 4 ઇંચ વરસાદ થયો છે. આ વરસાદી માહોલ બાદ રાજ્યમાં ચાલુ સિઝનનો સરેરાશ વરસાદ 53.57% સુધી પહોંચ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 77.42% સાથે સૌથી વધુ વરસાદ થયો છે, જ્યારે કચ્છમાં માત્ર 18.89% વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે અને ખેતરોમાં પાણી ભરાયા છે.
ગુજરાતમાં ચોવીસ કલાકમાં 204 તાલુકામાં વરસાદ, કપરાડામાં 6 ઇંચ ખાબક્યો
સુરતના ખાડીપૂરનો ભય ટળ્યો, હવે સફાઈ અને આરોગ્ય સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત
ભારે વરસાદ અને ખાડીપૂરની વિકટ પરિસ્થિતિ બાદ સુરત શહેર ધીમે ધીમે રાહત તરફ આગળ વધી રહ્યું છે. મુખ્ય ખાડીઓનું જળસ્તર જોખમી સપાટીથી નીચે આવતાં તંત્રને મોટી રાહત મળી છે. વરસાદી પાણી ઓસરતાં જ સુરત મહાનગરપાલિકાએ શહેરને સામાન્ય સ્થિતિમાં લાવવા સફાઈ, કાદવ દૂર કરવા, માર્ગ મરામત અને આરોગ્ય સુરક્ષા માટેનું વિશાળ અભિયાન શરૂ કર્યું છે. જોકે, અનેક વિસ્તારોમાં હજુ પણ કચરાના ઢગલા અને ગંદકી યથાવત હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે.
સુરતના ખાડીપૂરનો ભય ટળ્યો, હવે સફાઈ અને આરોગ્ય સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં 28 જુલાઈથી ફરી ધોધમાર વરસાદ, બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ, ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે 28 જુલાઈથી ઓગસ્ટની શરૂઆત સુધી ભારે વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં સક્રિય થતી નવી સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે, જે 28 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ લાવશે. જુલાઈના અંતમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ ઝાપટાં ચાલુ રહેશે. ઓગસ્ટના પ્રારંભથી 12 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને તાપી નદીમાં જળસ્તર વધવાની સંભાવના છે.
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં 28 જુલાઈથી ફરી ધોધમાર વરસાદ, બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય
અમદાવાદ-ઈન્દોર હાઈવે પર દાહોદ નજીક ભયાનક અકસ્માત
અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે પર દાહોદ નજીક પાણીયા બસ સ્ટેન્ડ પાસે બે આઇસર ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. કેમિકલ ભરેલી એક ટ્રકે પાછળથી ઉભેલી ટ્રકને ટક્કર મારતાં ભીષણ આગ ફાટી નીકળી. આ આગમાં બંને ટ્રકની કેબિનમાં ફસાયેલા બે લોકો જીવતા ભુંજાઈ ગયા, જેના કારણે કરૂણ મોત નીપજ્યા. આગની જ્વાળાઓએ આસપાસના પ્લાયવુડનો જથ્થો પણ ભસ્મીભૂત કર્યો. ફાયર બ્રિગેડ અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી, મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા.
અમદાવાદ-ઈન્દોર હાઈવે પર દાહોદ નજીક ભયાનક અકસ્માત
ગુજરાતમાં અતિવૃષ્ટિ: સર્વત્ર વિનાશ, પાક, ઘર અને વ્યવસાયોને ભારે નુકસાન
ગુજરાતમાં થયેલા અતિવૃષ્ટિ અને ભારે વરસાદને કારણે સર્વત્ર વિનાશ સર્જાયો છે. અમદાવાદમાં 15 ઇંચ વરસાદથી ઘરો, વાહનો અને દુકાનોમાં પાણી ભરાયા છે, જેના કારણે લાખોનું નુકસાન થયું છે. બનાસકાંઠા, વલસાડ, આણંદ અને અમરેલી જેવા વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાઈ જતાં મગફળી, જુવાર, ડાંગર જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે. વલસાડના દાણા બજારમાં અનાજ પલળી જતાં વેપારીઓને કરોડોનું નુકસાન થયું છે, જ્યારે મીઠા ઉદ્યોગને પણ ફટકો પડ્યો છે. અસરગ્રસ્તો તાત્કાલિક સર્વે અને સહાયની માંગ કરી રહ્યા છે.
ગુજરાતમાં અતિવૃષ્ટિ: સર્વત્ર વિનાશ, પાક, ઘર અને વ્યવસાયોને ભારે નુકસાન
તિથલ દરિયા કિનારે પૂર બાદ દારૂની બોટલોનો જથ્થો તણાઈ આવતા લોકોમાં કુતૂહલ
વલસાડમાં ભારે પૂર બાદ તિથલ દરિયાકિનારો અનોખી ઘટનાથી ચર્ચામાં છે. દર વર્ષની જેમ આ વખતે પણ કાંપ, કચરા અને લાકડાં સાથે મોટી સંખ્યામાં દારૂની બોટલો તણાઈ આવતાં લોકોમાં આશ્ચર્ય સર્જાયું. કેટલાક લોકો દારૂની બોટલો શોધવા ઉમટી પડ્યા હતા. દમણના દરિયામાંથી તણાઈને આ બોટલો તિથલ સુધી પહોંચી હોવાની શક્યતા છે. પૂર બાદ કિનારે તણાઈ આવેલા લાકડાં વીણવા પહોંચેલી મહિલાઓને સૌથી પહેલાં દારૂની બોટલો મળી હતી. આ ઘટના અંગે હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.
તિથલ દરિયા કિનારે પૂર બાદ દારૂની બોટલોનો જથ્થો તણાઈ આવતા લોકોમાં કુતૂહલ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી સસ્પેન્ડ, નિયમોના ભંગ બદલ કાર્યવાહી
અમદાવાદ શહેરમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદમાં અનેક બાંધકામ સાઇટની દિવાલો ધરાશાયી થતાં AMC દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. શહેરભરની 166 બાંધકામ સાઇટની ચકાસણી બાદ, નિયમોનું પાલન ન કરતી 11 બાંધકામ સાઇટોની મંજૂરી સસ્પેન્ડ કરવામાં આવી છે. સંબંધિત એન્જિનિયર અને ડેવલપર્સને શો-કોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. જોધપુર, સિંધુભવન રોડ જેવા વિસ્તારોમાં થયેલી ઘટનાઓને પગલે, AMC એ બાંધકામ સાઇટોની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા શરૂ કરી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા સુરક્ષા ધોરણોના પાલન પર ભાર મૂક્યો છે.
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી સસ્પેન્ડ, નિયમોના ભંગ બદલ કાર્યવાહી
કેનેડામાં અમદાવાદના 22 વર્ષીય યુવકનું રોંગ સાઈડ આવતી કારે અકસ્માતમાં મોત
અમદાવાદના 22 વર્ષીય કોમ્પ્યુટર એન્જિનિયર ભીષ્મ રાજ્યગુરૂનું કેનેડામાં 18 જુલાઇની રાત્રે કાર અકસ્માતમાં દુઃખદ અવસાન થયું. સાસ્કાચેવાન હાઈવે પર રોંગ સાઈડમાં પૂરઝડપે આવતી કારે ભીષ્મની કારને જોરદાર ટક્કર મારી, જેના કારણે તેનું મોત થયું. રસ રાઇડિંગ ગેમના કેપ્ટન જેડન ડેલ્ક્સની કારમાંથી આલ્કોહોલ તથા ડ્રગ્સ મળી આવ્યા હતા. 4 વર્ષથી કેનેડામાં રહેતા ભીષ્મનો પાર્થિવ દેહ 2 ઓગસ્ટે અમદાવાદ લાવવામાં આવશે.