રશિયા-યુક્રેન યુદ્ધ અંત તરફ હોવાથી બજારમાં મંદીના પરિબળો દૂર થયા.
રશિયા-યુક્રેન યુદ્ધ અંત તરફ હોવાથી બજારમાં મંદીના પરિબળો દૂર થયા.
Published on: 27th November, 2025

સેન્સેક્સ ૧૦૨૩ પોઇન્ટના વધારા સાથે ૮૫,૬૦૯.૫૧ પર બંધ રહ્યો, જે ઐતિહાસિક સપાટીથી માત્ર ૩૬૯ પોઇન્ટ દૂર છે. બજારના જાણકારોના મતે, સેન્સેક્સ આવતીકાલે સવારે ઐતિહાસિક સપાટી ૮૫,૯૭૮ને કૂદાવી દેશે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુધ્ધ અંત તરફ જતું જોઇ બજારમાંના મંદીના પરિબળો દુર થયા હતા. તેજી પાછળ વૈશ્વિક તેમજ સ્થાનિક પરિબળોની અસર પણ જોવા મળતી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લીધેલાં કેટલાક પગલાંને કારણે રોકાણકારોનો બજારમાં વિશ્વાસ વધ્યો હતો.