મહિલા વર્લ્ડ કપ-2025ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવીને ભારતીય મહિલા ટીમ બની ચેમ્પિયન
મહિલા વર્લ્ડ કપ-2025ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવીને ભારતીય મહિલા ટીમ બની ચેમ્પિયન
Published on: 03rd November, 2025

ભારતની છોકરીઓએ આખરે 47 વર્ષના લાંબી રાહ પછી ઇતિહાસ રચી દીધો. ઈન્ડિયા વુમન્સે રવિવારે નવી મુંબઈમાં સાઉથ આફ્રિકાને 52 રનથી વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવી. ભારતે 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 298 રન બનાવ્યા હતા અને દક્ષિણ આફ્રિકાને 299 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી દીપ્તિ શર્મા અને શેફાલી વર્માએ ફિફ્ટી ફટકારી હતી. અગાઉ સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.