હાર્દિક પટેલ અને અમિત ઠાકર પાડોશી બન્યા, ડો. પાયલ કુકરાણીને ત્રીજા માળે 5BHK ફ્લેટ મળ્યો.
હાર્દિક પટેલ અને અમિત ઠાકર પાડોશી બન્યા, ડો. પાયલ કુકરાણીને ત્રીજા માળે 5BHK ફ્લેટ મળ્યો.
Published on: 05th November, 2025

ગાંધીનગરના સેક્ટર-17માં 325 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે 216 લક્ઝુરિયસ 5BHK ફ્લેટ તૈયાર થયા છે. 150 ધારાસભ્યોને ફ્લેટની ફાળવણી રેન્ડમ બેલેટિંગથી કરાઈ છે. મહિલાઓ માટે અલગ બ્લોક છે. અલ્પેશ ઠાકોર અને અમૃતજી ઠાકોર પાડોશી બન્યા. બ્લોક નં.2માં અમિત ઠાકર અને હાર્દિક પટેલ પાડોશી થયા. ફ્લેટનું ભાડું ₹37 છે, મેઇન્ટેનન્સ અને લાઈટ બિલ સરકાર ચૂકવશે. પ્રતિ ફ્લેટનો કાર્પેટ એરિયા 1829 ફૂટ છે.