2002 રમખાણો: દરિયાપુરના 3 લઘુમતી આરોપીઓ નિર્દોષ જાહેર, AK 47 જેવાં હથિયારો ન મળ્યાં, સાહેદો હોસ્ટાઈલ.
2002 રમખાણો: દરિયાપુરના 3 લઘુમતી આરોપીઓ નિર્દોષ જાહેર, AK 47 જેવાં હથિયારો ન મળ્યાં, સાહેદો હોસ્ટાઈલ.
Published on: 06th November, 2025

અમદાવાદ કોર્ટે 2002 રમખાણ કેસમાં 3 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. ફરિયાદી વીડિયોગ્રાફરે AK-47 રાઈફલ દેખાતી હોવાનો દાવો કર્યો, પણ વીડિયો રજૂ ન થયો અને તે હોસ્ટાઈલ થયા. 14 એપ્રિલ, 2002ના રોજ FIR થઈ હતી. વીડિયોગ્રાફર સતીશ દલવાડીએ VHS કેસેટ આપી, જેમાં આરોપીઓ રમખાણોમાં દેખાતા હતા. ઇમ્તિયાઝને AK 47 સાથે દર્શાવાયો હતો. 23 વર્ષ બાદ હનીફનું મૃત્યુ થયું. સાહેદો અને ફરિયાદી હોસ્ટાઈલ થયાં. કોર્ટે કહ્યું કે વીડિયો કેસેટ રજૂ કરાઈ નથી અને કોઈ હથિયાર મળ્યું નથી.