CMનો બોગસ લેટર બનાવી છેતરપિંડી કરનાર ઝડપાયા, 15 કરોડમાં જમીન આપવાનું કહી 12 કરોડ પડાવ્યા.
CMનો બોગસ લેટર બનાવી છેતરપિંડી કરનાર ઝડપાયા, 15 કરોડમાં જમીન આપવાનું કહી 12 કરોડ પડાવ્યા.
Published on: 06th November, 2025

સુરતમાં CMનો બોગસ લેટર બનાવી ₹12 કરોડની છેતરપિંડી કરનારા ઝડપાયા, સુરત ઇકો સેલ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા, જેમણે ₹100 કરોડની જમીન ₹15 કરોડમાં આપવાનું કહી નકલી ડોક્યુમેન્ટ બનાવી ફરિયાદી પાસેથી રૂપિયા પડાવ્યા. આ ટોળકીએ તત્કાલીન મુખ્યમંત્રીના નામે લાંચ પેટે પણ રૂપિયા પડાવ્યા હતા. ગોડાદરાના બિલ્ડરે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.