અંજારના ખેલાડીઓનું જિલ્લા કક્ષાની લોન ટેનિસ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન.
અંજારના ખેલાડીઓનું જિલ્લા કક્ષાની લોન ટેનિસ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન.
Published on: 31st July, 2025

અંજાર જીમખાનાના જુનિયર ખેલાડીઓએ માંડવી ખાતે જિલ્લા કક્ષાની લોન ટેનિસ સ્પર્ધામાં બોય્ઝ અને ગર્લ્સ વિભાગમાં જીત મેળવી. કુ. ખ્યાતિ ભટ્ટ અંડર-17માં ચેમ્પિયન, કુ. તન્વી પોમલ અંડર-14માં રનર્સ અપ અને કૃષ્ણરાજસિંહ ઝાલા અંડર-14માં ચોથા ક્રમે રહ્યા. હવે તેઓ રાજ્ય કક્ષાએ રમશે. પ્રાંત અધિકારી સુરેશ ચૌધરી અને જીમખાના પ્રમુખ ડી.સી. ઠકકરે અભિનંદન પાઠવ્યા.