બાંધકામ સાઇટ પર પ્રોજેક્ટ માહિતી બોર્ડ ફરજિયાત, QR કોડથી વિગતો, પાલન નહિં થાય તો દંડ.
બાંધકામ સાઇટ પર પ્રોજેક્ટ માહિતી બોર્ડ ફરજિયાત, QR કોડથી વિગતો, પાલન નહિં થાય તો દંડ.
Published on: 01st December, 2025

રાજ્યમાં બાંધકામ સાઇટ પર પ્રોજેક્ટની માહિતીનું બોર્ડ QR કોડ સાથે ફરજિયાત લગાવો, જેનાથી નાગરિકો RERA રજીસ્ટ્રેશન, બાંધકામ વિગતો જાણી શકે. નિયમોનું પાલન નહિં કરનાર બિલ્ડરને દંડ થશે. બોર્ડ વોટરપ્રૂફ મટીરીયલનું, ચોક્કસ કદનું અને સફેદ/પીળા રંગનું હોવું જોઈએ. RERA રજીસ્ટ્રેશન નંબર લાલ રંગથી દર્શાવવો. દરેક ત્રિમાસિક પ્રગતિ અહેવાલમાં જિયો ટેગવાળો ફોટો અપલોડ કરવાનો રહેશે. જે પ્રોજેક્ટનું પ્રોજેક્ટ એન્ડ કમ્પલાયન્સ રેરા ઓથોરીટીની વેબસાઈટ ઉપર અપલોડ કરી દેવામાં આવેલુ છે, તેવા પ્રોજેક્ટ માટે બોર્ડ / બેનર લગાવવાની જરૂરત રહેશે નહીં.