બોટાદમાં બ્લોક કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું જેમાં 100 બાળવૈજ્ઞાનિકોએ ગણિત-વિજ્ઞાનના પ્રોજેક્ટ રજૂ કર્યા.
બોટાદમાં બ્લોક કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું જેમાં 100 બાળવૈજ્ઞાનિકોએ ગણિત-વિજ્ઞાનના પ્રોજેક્ટ રજૂ કર્યા.
Published on: 29th November, 2025

બોટાદમાં BRC દ્વારા ગુરુકુલમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025 યોજાયું. GCERT ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયોજિત આ પ્રદર્શનમાં 10 ક્લસ્ટર્સની સરકારી શાળાઓના આશરે 100 બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. તેઓએ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ સંબંધિત પ્રોજેક્ટ્સ રજૂ કર્યા. દરેક વિભાગમાં પ્રથમ સ્થાન મેળવનાર કૃતિઓ હવે જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં બોટાદ બ્લોકનું પ્રતિનિધિત્વ કરશે.