રાજપીપળામાં નર્મદા જિલ્લાકક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું, જેમાં 45 કૃતિઓ રજૂ થઈ.
રાજપીપળામાં નર્મદા જિલ્લાકક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું, જેમાં 45 કૃતિઓ રજૂ થઈ.
Published on: 01st December, 2025

નવદુર્ગા હાઈસ્કૂલ, રાજપીપળા ખાતે કલેકટર એસ. કે. મોદીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાકક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું સમાપન થયું. જેમાં પ્રાથમિક વિભાગની 25 અને માધ્યમિક વિભાગની 20 મળીને કુલ 45 કૃતિઓ રજૂ થઈ. નિષ્ણાંતોએ દરેક કૃતિનું મૂલ્યાંકન કર્યું. વિજેતા કૃતિ રાજ્ય કક્ષાના પ્રદર્શનમાં નર્મદા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. વિજેતાઓને ઈનામો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા તથા તમામ સહભાગીઓને પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવ્યા.