નારાયણ સરોવરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત: સંતો અને હરિભક્તોની હાજરીમાં પોથી યાત્રા સાથે કાર્યક્રમ શરૂ.
નારાયણ સરોવરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત: સંતો અને હરિભક્તોની હાજરીમાં પોથી યાત્રા સાથે કાર્યક્રમ શરૂ.
Published on: 12th August, 2025

કચ્છના નારાયણ સરોવરમાં ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત વિશાળ પોથી યાત્રાથી થઈ છે. જેમાં ભુજ મંદિરના મહંત ધર્મનંદનદાસજી સહિત દેશ-વિદેશના હરિભક્તો જોડાયા છે. સભા મંડપમાં દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ અને સંતોએ મન્નારાયણ તીર્થ મહિમાની કથા રજૂ કરી. 14 ઓગસ્ટે અમદાવાદ કાળુપુર મંદિરના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજના હસ્તે નવનિર્મિત મંદિર સંકુલનું લોકાર્પણ થશે. આ મહોત્સવમાં ઘણા સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહેશે.