શ્રાવણ સુદ પાંચમે સોમનાથ મંદિરમાં વિશેષ આયોજન: શિવલિંગ પર નાગરાજની પ્રતિકૃતિ અને 100 કિલો પુષ્પોથી શણગાર.
શ્રાવણ સુદ પાંચમે સોમનાથ મંદિરમાં વિશેષ આયોજન: શિવલિંગ પર નાગરાજની પ્રતિકૃતિ અને 100 કિલો પુષ્પોથી શણગાર.
Published on: 30th July, 2025

શ્રાવણ સુદ પાંચમના પવિત્ર અવસર પર સોમનાથ મંદિરમાં ભગવાન શિવનો વિશેષ શૃંગાર કરાયો. જ્યોતિર્લિંગ પર નાગરાજ વાસુકીનું ચિત્ર તૈયાર કરાયું, જેમાં આશરે 100 કિલો પુષ્પો વપરાયા. શિવલિંગ સાથે નાગ દર્શનથી પાપ નષ્ટ થાય છે અને સુખ-સમૃદ્ધિ મળે છે. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી.