સિદ્ધનાથ મહાદેવને પર્જન્ય અભિષેક કરી મેઘરાજાને મનાવવાનો પ્રયાસ: સોમપુરા પુરોહિતો દ્વારા શિવલિંગને પાણીમાં ડૂબાડવામાં આવ્યું.
સિદ્ધનાથ મહાદેવને પર્જન્ય અભિષેક કરી મેઘરાજાને મનાવવાનો પ્રયાસ: સોમપુરા પુરોહિતો દ્વારા શિવલિંગને પાણીમાં ડૂબાડવામાં આવ્યું.
Published on: 31st July, 2025

ગીર સોમનાથમાં વરસાદ માટે પ્રાચીન પરંપરા મુજબ મેઘરાજાને રીઝવવા પ્રભાસ તીર્થના સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં સોમપુરા પુરોહિતોએ પર્જન્ય અભિષેક કર્યો. સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદ વિલંબિત થતાં આ પૂજા થઇ. જ્ઞાનવપી વાવના જળથી શિવલિંગને જળાભિષેક કરી ડુબાડવામાં આવ્યું, જેનાથી સારા વરસાદની આશા વ્યક્ત કરાઈ. આ પૂજા લોક કલ્યાણ અર્થે છે. પાંડવો અને માર્કંડેય ઋષિએ પણ અહી તપ કર્યું હતું.