સરદાર સરોવર નર્મદા ડેમ 70% ભરાયો: વોર્નિંગ સ્ટેજ જાહેર, ત્રણ જિલ્લાના કાંઠાના ગામો એલર્ટ કરાયા.
સરદાર સરોવર નર્મદા ડેમ 70% ભરાયો: વોર્નિંગ સ્ટેજ જાહેર, ત્રણ જિલ્લાના કાંઠાના ગામો એલર્ટ કરાયા.
Published on: 31st July, 2025

નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થતા ડેમ 70%થી વધુ ભરાયો છે, જેથી 'વોર્નિંગ સ્ટેજ' પર મુકાયો છે અને તંત્ર એલર્ટ છે. જળસપાટી 130 મીટર પર પહોંચી છે અને છેલ્લા 12 કલાકમાં 2 મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. ડેમના RBPHના 6 ટર્બાઇન ધમધમી રહ્યા છે. આજે નર્મદા ડેમના 5 ગેટ ખોલવામાં આવશે.