ભાવનગરના સ્કાઉટ-ગાઈડના વિદ્યાર્થીઓએ જવાનો માટે 2500 રાખડીઓ બનાવી અને લાગણીસભર પત્રો મોકલ્યા. "એક રાખી ફૌજી કે નામ" પ્રોગ્રામ.
ભાવનગરના સ્કાઉટ-ગાઈડના વિદ્યાર્થીઓએ જવાનો માટે 2500 રાખડીઓ બનાવી અને લાગણીસભર પત્રો મોકલ્યા. "એક રાખી ફૌજી કે નામ" પ્રોગ્રામ.
Published on: 31st July, 2025

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા જવાનો માટે રક્ષાબંધન નિમિત્તે છેલ્લા સાત વર્ષથી રાખડી મોકલવાની પરંપરા છે. આ વર્ષે 11 શાળાઓના 100થી વધુ વિદ્યાર્થીઓએ 2500 રાખડી બનાવીને સૈનિકોને મોકલાવી છે. "એક રાખી ફૌજી કે નામ" પ્રોગ્રામ હેઠળ પ્રથમ વર્ષે 251 રાખડીઓ મોકલાઈ હતી, જે આ વર્ષે વધીને 2500 થઈ છે. વિદ્યાર્થીઓએ રાખડી સાથે 200 જેટલા લાગણીસભર પત્રો પણ મોકલ્યા છે.