નવસારીમાં ખાતરની અછત: જુલાઈ-ઓગસ્ટમાં જરૂરિયાત સામે ઓછું ખાતર મળ્યું. ખેડૂતો ચિંતામાં.
નવસારીમાં ખાતરની અછત: જુલાઈ-ઓગસ્ટમાં જરૂરિયાત સામે ઓછું ખાતર મળ્યું. ખેડૂતો ચિંતામાં.
Published on: 31st July, 2025

નવસારીમાં ખાતરની અછત છે. જુલાઈ-ઓગસ્ટમાં 8 હજાર મેટ્રિક ટન સામે માત્ર 2200 મેટ્રિક ટન ખાતર મળ્યું. ખેડૂતો નાઇટ્રોજન, પોટાશ જેવા ખાતરો વાપરે છે. હાલમાં ડાંગર અને શેરડીના પાકને ખાતરની જરૂર છે, પરંતુ જથ્થો ઓછો હોવાથી ચિંતા છે. સરકાર ખાતર ઉપલબ્ધ કરાવે તેવી આશા છે. સપ્લાય ઓછો હોવાથી અછત છે, પણ ખેડૂતોને ગભરાવાની જરૂર નથી: કૃષિ અધિકારી.