પાટણ: 528 ગ્રામ ગાંજા સાથે એક ઝડપાયો, મુખ્ય સપ્લાયર ફરાર, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
પાટણ: 528 ગ્રામ ગાંજા સાથે એક ઝડપાયો, મુખ્ય સપ્લાયર ફરાર, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો.
Published on: 31st July, 2025

પાટણ પોલીસે ગેરકાયદેસર ગાંજાની હેરાફેરી કરતા એક આરોપીને 528 ગ્રામ ગાંજા સાથે પકડ્યો, જેની કિંમત ₹5,280 છે. મુખ્ય સપ્લાયર ફરાર થયો. અનિલ પરમાર નામના આરોપી પાસેથી એક્ટિવા અને મોબાઈલ ફોન સહિત ₹35,280 નો મુદ્દામાલ જપ્ત કરાયો. ફરાર કલ્પેશ ઉર્ફે રાજુ જાદવની શોધખોળ ચાલુ છે, NDPS એક્ટ હેઠળ કાર્યવાહી થઇ.