સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળાનો ભવ્ય પ્રારંભ: લોકસંસ્કૃતિ, અધ્યાત્મ, મનોરંજનનો ત્રિવેણી સંગમ; પ્રથમ દિવસે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ.
સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળાનો ભવ્ય પ્રારંભ: લોકસંસ્કૃતિ, અધ્યાત્મ, મનોરંજનનો ત્રિવેણી સંગમ; પ્રથમ દિવસે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ.
Published on: 28th November, 2025

શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત “કાર્તિકી પૂર્ણિમા મેળો – 2025” નો ભવ્ય પ્રારંભ થયો. વરસાદને લીધે તારીખમાં ફેરફાર છતાં પહેલા દિવસે 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા. I.G.P. નિલેશકુમાર ઝાઝડિયાએ ઉદ્ઘાટન કર્યું. લોકસંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનનો ત્રિવેણી સંગમ છે. અપેક્ષા પંડ્યાના લયબદ્ધ સ્વરોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. આ મેળામાં 10 લાખથી વધુ મુલાકાતીઓ આવવાનો અંદાજ છે.