રાજગઢના વૈજનાથ દાદાને શ્રાવણમાં 6 કિલો રંગોથી મોરપીંછનો શણગાર અર્પણ કરાયો.
રાજગઢના વૈજનાથ દાદાને શ્રાવણમાં 6 કિલો રંગોથી મોરપીંછનો શણગાર અર્પણ કરાયો.
Published on: 31st July, 2025

સાબરકાંઠાના રાજગઢ ગામે વૈજનાથ દાદાના મંદિરે શ્રાવણ માસમાં અનોખો શણગાર કરાયો. શિવજીને 6 કિલો રંગોથી મોરપીંછ રંગોળીનો શણગાર સજીને અર્પણ કરવામાં આવ્યો. ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. હિંમતનગરના ભોળેશ્વર મહાદેવ મંદિરે પણ દાદાને બીલીપત્રો અને ફૂલોથી શણગારવામાં આવ્યા. શ્રાવણમાં શિવજીના વિવિધ શણગાર કરવાની પરંપરા છે. આ વર્ષે મોરપીંછનો શણગાર ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.