PM મોદીએ તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરમાં પૂજા કરી, ચોલ રાજાની 1000મી જયંતિ પર સંબોધન કર્યું.
PM મોદીએ તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરમાં પૂજા કરી, ચોલ રાજાની 1000મી જયંતિ પર સંબોધન કર્યું.
Published on: 27th July, 2025

PM મોદીએ તમિલનાડુ પ્રવાસના બીજા દિવસે ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરમાં પૂજા કરી. ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલ પ્રથમની 1000મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો. તેમણે ચોલ સામ્રાજ્યના યોગદાનની પ્રશંસા કરી અને સ્મારક સિક્કો બહાર પાડ્યો. વધુમાં, તેમણે "ઓમ નમઃ શિવાય" સાંભળીને થતા અનુભવો વર્ણવ્યા અને 140 કરોડ ભારતીયોના કલ્યાણ માટે પ્રાર્થના કરી. અરિયાલુરમાં આદિ તિરુવથીરઈ ઉત્સવની ઉજવણી થઈ રહી છે.