ફેક્ટ ચેક: 2000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર GST લાગશે? કેન્દ્ર સરકારની સ્પષ્ટતા.
ફેક્ટ ચેક: 2000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર GST લાગશે? કેન્દ્ર સરકારની સ્પષ્ટતા.
Published on: 27th July, 2025

કેન્દ્ર સરકારે UPI સેવાઓ પર GST લાદવાની અટકળો દૂર કરી છે. 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર GST લાદવાની કોઈ યોજના નથી. રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં જણાવ્યું કે GST કાઉન્સિલે આ અંગે કોઈ ભલામણ કરી નથી, તેથી લોકોએ અફવાઓથી દૂર રહેવું.