ઉત્તરપ્રદેશના મંત્રી અનિલકુમારની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત: સરદાર પટેલની પ્રતિમા ભારત માટે શ્રદ્ધા અને ગૌરવનું પ્રતિક છે.
ઉત્તરપ્રદેશના મંત્રી અનિલકુમારની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત: સરદાર પટેલની પ્રતિમા ભારત માટે શ્રદ્ધા અને ગૌરવનું પ્રતિક છે.
Published on: 27th July, 2025

ઉત્તરપ્રદેશના મંત્રી અનિલકુમારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી, નર્મદા ડેમનો નજારો માણ્યો. તેમણે સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતી ફિલ્મ નિહાળી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની માહિતી મેળવી. મંત્રીએ આ પ્રોજેક્ટને રાષ્ટ્રની એકતા અને ટેક્નોલોજીકલ પ્રગતિ માટે પ્રેરણાદાયી ગણાવ્યો તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારત માટે શ્રદ્ધા અને ગૌરવનું પ્રતિક છે તેમ જણાવ્યું.