લખતરના ઘણાદ ગામે પ્રાકૃતિક કૃષિ ગોષ્ઠીમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા અને જમીનની ફળદ્રુપતા વધારવા અંગે સમજ અપાઈ.
લખતરના ઘણાદ ગામે પ્રાકૃતિક કૃષિ ગોષ્ઠીમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા અને જમીનની ફળદ્રુપતા વધારવા અંગે સમજ અપાઈ.
Published on: 27th July, 2025

સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઘણાદ ગામે શ્રાવણ માસમાં પ્રાકૃતિક કૃષિ ગોષ્ઠી યોજાઈ. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના લાભો વિશે માહિતી અપાઈ, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરત પટેલે પ્રાકૃતિક કૃષિને કર્તવ્ય ભક્તિ સાથે સરખાવી. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજર અશ્વિનભાઈએ કપાસમાં ઓછા ખર્ચે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ સમજાવી, CRP રાજુભાઈ જીંજુવાડીયાએ પોતાના અનુભવો share કર્યા, જેનો હેતુ રાસાયણિક ખાતરો વિના ખેતી કરવા પ્રોત્સાહિત કરવાનો હતો.