દહેજની કેમિકલ કંપનીમાં રીએક્ટર બ્લાસ્ટથી બે કામદારોના મોત, એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત.
દહેજની કેમિકલ કંપનીમાં રીએક્ટર બ્લાસ્ટથી બે કામદારોના મોત, એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત.
Published on: 27th July, 2025

ભરૂચના દહેજ ખાતે શિવા ફાર્મા કેમ કંપનીમાં રિએક્ટર બ્લાસ્ટ થતાં બે કામદારોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક કામદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેને વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ દુર્ઘટના દહેજ સ્થિત SEZ-1માં એસિડ ક્લોરાઈડ પ્લાન્ટમાં ઉત્પાદન દરમિયાન રીએક્ટરની કોલમમાં ઓવરપ્રેશર સર્જાયું હતું. સેફ્ટી-હેલ્થ વિભાગ અને પોલીસ તપાસ કરી રહી છે.