મોરબીમાં દરગાહનું દબાણ દૂર કરાયું, મેદાન બન્યું; બજારો રાબેતા મુજબ, પોલીસ બંદોબસ્ત યથાવત.
મોરબીમાં દરગાહનું દબાણ દૂર કરાયું, મેદાન બન્યું; બજારો રાબેતા મુજબ, પોલીસ બંદોબસ્ત યથાવત.
Published on: 03rd December, 2025

મોરબીમાં દરગાહનું દબાણ હટાવ્યા બાદ બજારો રાબેતા મુજબ ધમધમતી થઈ છે, જોકે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત યથાવત છે. ડિમોલેશન દરમિયાન ટોળાએ પથ્થરમારો કર્યો, પોલીસે વિખેર્યા. SP મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ DYSP સહિતના અધિકારીઓએ બંદોબસ્ત ગોઠવ્યો હતો. બે હિટાચી અને જેસીબીની મદદથી દરગાહ તોડી કાટમાળ દૂર કરાયો. ગઈકાલે મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને જેલ રોડ ઉપર મુસ્લિમ સમાજના લોકોના ટોળાએ તોડફોડ કરી હતી. માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા અનુસાર, મણિમંદિર પાસે કુલ 350 ચોરસ મીટર જગ્યા પર દરગાહનું દબાણ હતું.