ભરૂચમાં બામસેફ-ઈન્સાફ દ્વારા મનુસ્મૃતિ દહન દિવસની ઉજવણી અને સંવિધાન પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો.
ભરૂચમાં બામસેફ-ઈન્સાફ દ્વારા મનુસ્મૃતિ દહન દિવસની ઉજવણી અને સંવિધાન પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો.
Published on: 26th December, 2025

ભરૂચમાં 25 ડિસેમ્બરે મનુસ્મૃતિ દહન દિવસની ઉજવણી થઈ. બામસેફ-ઈન્સાફ દ્વારા ડૉ. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સંવિધાન પ્રતિજ્ઞા અને સંકલ્પ કાર્યક્રમ યોજાયો. વક્તાઓએ ડૉ. આંબેડકરના મનુસ્મૃતિ દહન અને "શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો" ના સંદેશને યાદ કર્યો. આજના સમયમાં પણ તેમની વિચારધારા અપનાવવા અને બામસેફ-ઈન્સાફ સાથે જોડાઈ સામાજિક ઋણ અદા કરવા અપીલ કરાઈ. BAMSCEF ગુજરાતના મહાસચિવ શાંતિલાલ રાઠોડ સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા.